અમારી લાડકીની થઈ 'ડિજિટલ' ષષ્ઠી વિધિ 💞
ઓળી ઝોળી પીપર પાન....
ફઈએ પાડ્યું હુલામણું નામ : 'જાનું' 😍
ને દાદીએ પાડ્યું હંગામી નામ : 'જાનકી' 😘
ફઈએ પાડ્યું હુલામણું નામ : 'જાનું' 😍
ને દાદીએ પાડ્યું હંગામી નામ : 'જાનકી' 😘
કોરોના અને લોકડાઉનને કારણે શુભ અવસરમાં લોકો ભેગા નથી થઈ શકતા. ત્યારે રાજકોટમાં નાના ભાઈ Deepak Parkar અને Haldi Parkarને ત્યાં લક્ષ્મીએ પગલી માંડી. હવે ષષ્ઠી વિધિની વેળા આવી. શું કરવું ? એ મથામણ વચ્ચે નક્કી થયું કે 'ષષ્ઠી વિધિ' તો થશે જ.... પણ 'ડિજિટલ' રીતે. જી હા, 'ડિજિટલ ષષ્ઠી વિધિ.
કોરોનાકાળમાં સારું છે કે, ટેકનોલોજીનો સથવારો છે. એટલે વિડીયો કૉલ થકી જ આમંત્રણ અપાયું. અમંત્રિતોના મોબાઈલની એપ્લિકેશન પણ અપડેટ કરાવી લીધી. અંતે વિડીયો કૉલ થકી સૌ જોડાયાં. સૌના ચહેરા પર હરખ હતો.
મારી કોરોનાની સારવારને કારણે અમદાવાદથી રાજકોટ મમ્મી પપ્પા જઈ નહોતા શક્યા. જો કે 'ડિજિટલ દાદી' એવા અમારાં વનિતાબાએ તો અહીંથી જ દિકરા વહુને ડિલિવરી પહેલાં પણ વિડીયો કૉલથી અનુભવનું અમૃત આપ્યું હતું. પછી પૌત્રીનું મુખદર્શન હોય કે હવે ષષ્ઠી વિધિ. દાદા દાદીએ ડિજિટલ માધ્યમ થકી જ એમની 'જાનકી'ને આશિષ દીધા. દિનેશકાકા અને હંસાકાકી તો ડિજિટલ ષષ્ઠી વિધિમાં જોડાઈને રીતસરનાં હરખાઈ ગયા. હરેશભાઈ Haresh Kumar અને સવિતાભાભી Sunita Haresh પણ રાજીના રેડ થઈ ગયા. બાયા મોટીમાંએ પણ વિડીયો કૉલથી જ દીકરીના મીઠડાં લીધા. સૌથી વધુ ઉત્સાહમાં હતાં અમારા ઘર પરિવારની ન્યૂ જનરેશન. કાવ્યા, મંત્રની સાથોસાથ પોતાની નાની બહેનને લઈને નમઃ ખુબ જ ખુશ છે.😘
ઘરમાં નવું બાળક આવે તો ષષ્ઠી વિધિની તૈયારી તો ફઈ જ કરે. અમે તો ત્રણ જ ભાઈ. નાનપણમાં કાકાની દીકરી બેન રાખડી બાંધતી. એના લગ્ન બાદ તે પણ ઘર પરિવારમાં જોતરાઈ ગઈ. મોટાભાઇ Jitu Parkarના લગ્ન થયા તો અમને મોટી ભાભીરૂપે મળ્યાં Geet Parkar. પણ નાના ભાઈ દીપક માટે તો તે મોટા બહેન પણ છે. દર વર્ષે દીપકને રાખડી બાંધે. એટલે હવે તેઓ મોટા ભાભી, મોટા બહેન અને મોટી ફઈ પણ બન્યા.
વનિતાબા રાજકોટમાં ન જઈ શક્યા તો મોટી વહુ તરીકે બધી જવાબદારી સુપેરે નિભાવી. જેઠાણી નહીં સખી સહેલી બનીને દેરાણીની દરકાર લીધી. મોટી મમ્મી તરીકે તો બેસ્ટ છે જ. હવે ફઈ બનીને ષષ્ઠી વિધિ માટે 'વિધાતા'ને આમંત્રણ આપવાનું પુણ્ય કાર્ય પણ સંપન્ન કરી ચૂક્યા છો. તમને આભાર થોડો કહેવાનો હોય !!! તમે આભાર નહીં, વંદન અને અભિનંદનના હકદાર છો. બસ આમ જ અમને અને પરિવારને સ્નેહસેતુથી બાંધી રાખજો.
દીકરીનું હુલામણું નામ તો અમે રાખી દીધું. પણ કર્ક રાશિ પ્રમાણે 'હ' અને 'ડ' અક્ષર મુજબ હજુ પણ દીપક અને હલ્દીનું 'નામ શોધ અભિયાન' ચાલુ જ છે. ઘણાંએ નામ સુચવ્યા તેમનો આભાર. હજું પણ જે નામ સુચવશે એને આદર, આવકાર અને સત્કાર. 🙏ધન્યવાદ🙏
No comments:
Post a Comment