
વિકિલીક્સે ઘટસ્ફોટ કર્યો કે, 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના કોન્સેલ જનરલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં 2002ના કોમી રમખાણો અંગે ગુજરાત સરકારનો દ્રષ્ટિકોણ જાણવા અને માનવઅધિકારના હનનને લઈને પૃછા કરાઈ. પણ નરેન્દ્ર મોદીએ તો આ મુદ્દે એમેરિકાને રોકડું જ પરખાવી દીધું હોવાનો ઘટસ્ફોટ વિકિલીક્સે કર્યો છે.
મોદીએ ત્રણ સણસણતાં ચાબખાં માર્યાં.
- પહેલો ચાબખો : 2002ની ઘટનાઓ એ તો ગુજરાતની આંતરીક બાબત છે તેમાં અમેરિકાને હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો ?
- બીજો ચાબખો : માનવ અધિકારના હનન મામલે સૌથી મોટું અપરાધી તો અમેરિકા પોતે જ છે. તો પછી અમેરિકા શા માટે જગત જમાદાર બનીને માનવ અધિકાર હનનની વાત કરે છે ? શું અમેરિકા અબુ ઘરીબ, ગ્વાન્ટનામો અને 9/11ની ઘટના બાદ શીખો પરના હુમલા જેવી ઘટનાઓ ભૂલી ગયું ?
- ત્રીજો ચાબખો : અન્ય રાજ્યોની તુલનાએ તો ગુજરાતના મુસ્લિમો ઘણી જ સારી અને સુરક્ષિત સ્થિતિમાં છે. તો ધાર્મિક સ્વતંત્રતાના નામે અમેરિકાની ખોટી ચિંતા શા માટે ?
જો કે નવાઈ વાત તો એ છે કે, આ તમામ વાતો બાદ કોન્સેલ જનરલે

અમેરિકાને અભિપ્રાય આપ્યો કે,
અમેરિકા નરેન્દ્ર મોદી પ્રત્યે કુણું વલણ અપનાવે.
કારણ કે,
- નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં જવા માટેના સક્ષમ નેતા છે.
- ગુજરાતનો વિકાસ કરનારા સીએમ છે.
- 'અન-કરપ્ટ' નેતા છે.

માટે જ અમેરિકા ગુજરાતના સીએમ પ્રત્યે નરમાશ દાખવે.
આ તમામ ખુલાસા હાલ તો વિકિલીક્સે કર્યા.
પણ
નરેન્દ્ર મોદીએ તો આ મામલે પણ ચોખ્ખું ને ચણક સુણાવી
દીધું કે,
ભારતની આંતરિક બાબતોમાં અમેરિકા દખલગીરી ના કરે,
ના તો કોઈ સલાહ આપે.
વિકિલીક્સે ખુલાસો કર્યો એ પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે,
અમેરિકા પોતાના ફાયદા માટે ગમે ત્યારે પલટી મારી પણ શકે છે.
ગમે ત્યારે પલટવાર પણ કરી શકે છે.
ચાલો, વિકિલીક્સના ખુલાસાને પણ ભૂલી જઈએ અને
નરેન્દ્ર મોદીના અમેરિકાને રોકડું પરખાવવાની વાત પણ
બાજુ પર રાખી દઇએ,....
પણ શું કેટલાક સવાલ તમારા મનમા નથી ઉઠતા.
જેમ કે,
શું ખરેખર ભારતની આંતરિક બાબતોમાં અમેરિકાની દખલગીરી વધી રહી છે ?
- શું અમેરિકા માનવઅધિકાર હનન અંગે દુનિયાને કહેવાની નૈતિકતા ધરાવે છે ?
- શું ભારત સરકારે આ મામલે ચૂપ રહેવું જોઈએ ?
આ સવાલોના જવાબ આપણે જ શોધીશું કે પછી, હજું પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સવાલ-જવાબના સાક્ષી જ બનતા રહીશું ?
ફકત રોકડું પરખાવતાં રહીશું તો તેમના પારખાં ક્યારે કરીશું ?
આખરે કોણ કરશે પારખાં ?
સરકાર ! પ્રજા ! કે પછી પડોશી !
અમેરિકાની આ નીતિના કારણે તો તેને જગત જમાદાર કહેવાય છે.. !!
ReplyDeleteઅમેરિકાને બરાબર પાઠ ભણાવવાની જરૂર છે...
ReplyDelete